મુંબઈ: પોતાના જમાનાના જાણીતા ફિલ્મ નિર્માતા અને અનિલ કપૂર, બોની કપૂર અને સંજય કપૂરના પિતા સુરિંદર કપૂરના નામ પર આજે મુંબઈના ચેમ્બૂર વિસ્તારમાં એક ચોકનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ તકે અનિલ કપૂર અને તેની દિકરી સોનમ કપૂર, બોની કપૂર, અર્જુન કપૂર, જાહ્વવી કપૂર, સંજય કપૂર અને તેની દિકરી શનાયા કપૂર, મોહિત મારવાહ સહિતના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુરિંદર કપૂરની જીંદગીનો વધારે સમય ચેમ્બૂર વિસ્તારમાં જ પસાર થયો છે. અર્જુન કપૂર અને સોનમ કપૂરે આ દરમિયનની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કપૂર પરિવારને શુભેચ્છાઓ આપી રહ્યા છે.




વર્કફ્રનેટની વાત કરવામાં આવે તો અનિલ કપૂર ફિલ્મ બાગી 3માં જોવા મળશે. આ ફિલ્મ 6 માર્ચ 2020ના રિલીઝ થશે. જ્યારે જાહ્નવી કપૂર અને અર્જુન કપૂર પણ પોતાની ફિલ્મોના શૂટિંગાં વ્યસ્ત છે.