ટેલીવિઝનના સૌથી લોકપ્રિય સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની અંજલી ભાભી નેહા મેહતાનો સેટ પરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના બાદ ફેન્સ માની રહ્યા છે કે, અંજલી ભાભી શોમાં વાપસી કરી રહી છે.


10 વર્ષથી વધુ સમય સુધી શોનો હિસ્સો રહી ચૂકેલી અને અંજલી ભાભીની ભૂમિકા ભજવનાર નેહા મેહતાએ હાલમાં જ શો છોડી દીધો હતો. જેના બાદ તેની વાપસીને લઈને મેકર્સે અનેક પ્રયાસો કર્યા હતા. જો કે, વાત ન બનતા બાદમાં એક્ટ્રેસ સુનયના ફૌજદારને અંજલી ભાભીનો રોલ સોંપવામાં આવ્યો છે.


હવે નેહા મેહતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બે વીડિયો શેર કર્યા છે. આ વીડિયોને શેર કરતા તેમણે લખ્યું કે, ન્યૂ પ્રોજેક્ટ. જો કે, આ ન્યૂ પ્રોજેક્ટ શું છે. તેના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી. પરંતુ તેમણે એક વીડિયો શૂટની લોકેશન ગોકુલધામ સોસાયટીની નાખી છે. જેને લઈને ફેન્સ માની રહ્યા છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તેમની વાપસી થઈ રહી છે.


ફેન્સનું કહેવું છે કે, નેહા શોમાં વાપસી કરી રહી છે અને તે ફરી અંજલી ભાભીની ભૂમિકામાં જોવા મળશે. નેહાની ઈન્સ્ટા સ્ટોરી પણ શોમાં વાપસી તરફ ઈશારો કરી રહી છે. તેણે શોમાં વાપસીવાળો એક અહેવાલ પણ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં મુક્યો હતો.


તાર મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લોકપ્રિય છો છે. ટીવી રેટિંગ લિસ્ટમાં હંમેશા ટોપ પાંચ સીરિયલોમાં આવે છે. આ શો એ હાલમાં જ 12 વર્ષ પૂરા કર્યા છે. તેની સાથે ગત મહિને ત્રણ હજાર એપિસોડ પણ પૂરા કર્યા છે.