મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અંજના સુખાની છેલ્લા ઘણા સમયથી બોલીવૂડથી દૂર છે. અભિનેત્રી ફિલ્મી પડદા પર વાપસી કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અંજના છેલ્લા બે વર્ષથી ડિપ્રેશનમાં હતી. અભિનેત્રી અંજના સુખાનીએ સલમાન ખાનની મલ્ટીસ્ટારર ફિલ્મ 'સમાલ-એ-ઇશ્ક' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.




અંજના અક્ષય કુમાર સાથે ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષયની બહેનની ભૂમિકામાં અભિનેત્રી જોવા મળશે. ગુડ ન્યૂઝમાં કરિના કપૂર અને કિઆરા અડવાણી પણ જોવા મળશે. 2008માં રિલીઝ થયેલ ફિલ્મ 'ગોલમાલ રિટર્ન્સ' થી અંજનાને લોકપ્રિયતા મળી હતી.




અંજના છેલ્લે 2017માં આવેલ સુનીલ ગ્રોવરની ફિલ્મ 'કોફી વિદ ડી'માં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તે અચાનક બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ હતી. ત્યારે હવે સૂત્રો મુજબ અંજનાએ સ્વીકાર કર્યું કે તે ડિપ્રેશનના કારણે બોલિવૂડથી દૂર થઈ હતી.