Who is Anna Lezhneva: તેલુગુ અભિનેતા અને રાજકારણી પવન કલ્યાણે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ઐતિહાસિક જીત નોંધાવી છે. ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. વળી, પવન કલ્યાણે આંધ્રપ્રદેશ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે.


આ શપથ સમારોહ દરમિયાન એક વ્યક્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તે પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના લેઝનેવા છે. શપથ સમારોહ દરમિયાન અન્ના લેઝનેવા પણ ત્યાં હાજર હતી અને સતત તેના ફોન પર ફોટોગ્રાફ લઈ રહી હતી.


મૉડલ રહી ચૂકી છે અન્ના લેઝનેવા 
અન્ના લેઝનેવા રશિયન મૉડલ રહી ચૂકી છે. તેનો જન્મ 1980માં રશિયામાં થયો હતો. તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તીન માર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.


2013 માં પવન કલ્યાણ સાથે થયા હતા લગ્ન   
પવન કલ્યાણ અને અન્ના લેઝનેવાએ ફિલ્મ તીન મારમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. આ પછી બંને સાથે રહેવા લાગ્યા. બંનેએ 2013માં લગ્ન કર્યા હતા.


પવન કલ્યાણ અને અન્ના લેઝનેવાના બાળકો 
2017માં અન્ના લેઝનેવા અને પવનના પુત્ર માર્ક શંકર પવનોવિચનો જન્મ થયો. અન્ના લેઝનેવાના પ્રથમ લગ્ન સફળ રહ્યા ન હતા. તેમના પ્રથમ લગ્નથી તેમને એક પુત્રી છે, જેનું નામ અંજના પાવનોવા છે.


અણબનની ફેલાઇ હતી અફવા 
ગયા વર્ષે અફવાઓ સામે આવી હતી કે બંને વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે બંને અલગ રહેવા લાગ્યા હતા. આ અફવા ત્યારે સામે આવી જ્યારે અન્ના તેલુગુ સ્ટાર વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીની સગાઈ થઈ. બંને આમાં સામેલ નહોતા થયા.


આ ઉપરાંત તેઓ રામ ચરણ અને ઉપાસનાની પુત્રીના નામકરણ સમારોહમાં પણ સાથે જોવા મળ્યા ન હતા. જોકે, પવન કલ્યાણ આંધ્રપ્રદેશની ચૂંટણીમાં જીત્યા અને અન્ના લેઝનેવા અને તેમના પુત્ર અકીરા નંદને તેમનું સ્વાગત કર્યું ત્યારે આ અફવાઓ પર વિરામ મૂકવામાં આવ્યો. આ દરમિયાન અન્ના લેઝનેવાએ તેમની આરતી ઉતારી હતી.