મુંબઈ: કોમેડિયન કુણાલ કામરાને લઈને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે કહ્યું કે તેમણે ઈન્ડિગો એરલાઈનમાં મુસાફરી ન કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે તેઓ વિસ્તારા એરલાઈનમાં મુસાફરી કરશે. આ સાથે જ અનુરાગ કશ્યપે કહ્યું એક કલાકારમાં એટલી હિમ્મત હોવી જોઈએ કે તે અધિકારો વિશે વાત કરી શકે.


અનુરાગ કશ્યપે ટ્વિટ કર્યું, 'નો ઈન્ડિગો...કુણાલ કામરા સાથે એકજૂટતા....હવે વિસ્તારા સાથે થશે હવાઈ મુસાફરી.'


ગત સપ્તાહે ઈન્ડિગો એરલાઈન્સે પત્રકારને મુસાફરી દરમિયાન કથિત રીતે પરેશાન કરવાને લઈને કુણાલ કામરા પર છ મહિના સુધી પ્રતિબંધ કરવાની જાહેરાત કરી હતી. સ્પાઈસ ડેટ, ગો એર અને એર ઈન્ડિયાએ પણ કામરા સામે પ્રતિબંધ લગાવી દીધો પરંતુ કોઈ સમય નથી બતાવ્યો.

કમારાએ આ મામલે એક ફેબ્રુઆરીએ એરલાઈનને કાયદાકીય નોટીસ મોકલી હતી. અનુરાગ કશ્યપે કહ્યું એક કલાકારમાં પોતાના અધિકારો વિશે વાત કરવાની હિમ્મત હોવી જોઈએ. તે સમાજનો અરિસો છે, તે સમાજની ચેતના છે. ગત મહિને અનુરાગ કશ્યપ જેએનયૂમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં મુંબઈમાં યોજાયેલી એક રેલીમાં સામેલ થયા હતા.