અનુરાગ કશ્યપને ટ્વિટર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેને લઈને મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ફરિયાદ પણ દાખલ કરી છે. અને પોલીસે તપાસ શરૂ કરી છે.
અનુરાગ કશ્યપને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેણે મુંબઈ પોલીસને જાણ કરી હતી. મુંબઈ પોલીસે જવાબ આપતા કહ્યું, સાઈબર પોલીસ સ્ટેશનને આ
એકાઉન્ટની વિગતો મોકલો. અપીલ છે કે કાયદેસર પગલા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવો, જેથી કાર્યવાહી થઈ શકે. ત્યારબાદ અનુરાગે મુંબઈ
પોલીસને ટ્વીટ કરી આભાર માન્યો હતો.