મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ પૂજા બત્રાએ હાલમાં જ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ પૂજા બત્રા સતત ચર્ચામાં છે. પૂજા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પૂજાના લગ્ન અંગે પણ ફેન્સને સોશિયલ મીડિયાના માધ્યમથી જ ખબર પડી હતી. 42 વર્ષ પણ પૂજા એકદમ ફિટ છે.


હાલમાં જ પૂજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જે ઘણી મોટિવેશનલ છે. આ તસવીરમાં પૂજા યોગ કરતી જોવા મળે છે. આ તસવીરની ખાસ વાત એ છે કે પૂજા કોઈ ગાર્ડનમા નહી પરંતુ સ્વીમિંગ પૂલમાં યોગ કરતી જોવા મળે છે. પૂજાના ફેન્સ આ તસવીરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.


એક્ટ્રેસ પૂજા બત્રાના આ બીજા લગ્ન છે. પુજાએ પહેલા લગ્ન સાનૂ આહલુવાલિયા સાથે કર્યા હતા, પણ સંબંધો બગડતા વર્ષ 2011માં છુટા થઇ ગયા હતા. પૂજા બત્રા અને નવાબ શાહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. હવે દિલ્હીમાં બન્ને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે.