India Vs Pak: પ્રેગન્સીના રૂમર્સની વચ્ચે પતિ વિરાટને ચીયર કરવા પહોંચી અનુષ્કા, જુઓ વીડિયો

India Vs Pak: આજે 14 ઓક્ટોબરે ICC વર્લ્ડ કપ 2023ની 12મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા અમદાવાદ પહોંચી

Continues below advertisement

India Vs Pak: ICC વર્લ્ડ કપ 2023 ની 12મી મેચ આજે 14મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચ સમગ્ર દેશવાસીઓ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે.. આવી સ્થિતિમાં આ હાઈવોલ્ટેજ કોમ્પિટિશનને નિહાળવા માટે સેલેબ્સ પણ પહોંચ્યા છે.

Continues below advertisement

પ્રેગ્નન્સીની  અફવાઓ વચ્ચે અનુષ્કા પતિ વિરાટ કોહલીને ચીયર કરવા અમદાવાદ પહોંચી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચી છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.  આ દરમિયાન અભિનેત્રી સઘન સુરક્ષા વચ્ચે એરપોર્ટથી બહાર નીકળતી જોવા મળી હતી.

 

સચિન તેંડુલકર સાથે પોઝ આપતી જોવા મળી

અમદાવાદ જતી વખતે તે ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને દિનેશ કાર્તિકને પણ મળી હતી. કાર્તિકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર  તેમની સાથેની એક તસવીર શેર કરી છે.

 

સચિન તેંડુલકર ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા

સચિન તેંડુલકર પણ સવારની ફ્લાઈટ દ્વારા અમદાવાદ પહોંચી ગયા છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં મીડિયા સાથે વાત કરતા સચિને કહ્યું, 'હું અહીં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવ્યો છું. આશા છે કે, આપણે બધા ઇચ્છીએ છીએ તે જ  પરિણામ મળે.

 

આજની મેચ દરેક રીતે મનોરંજક રહેવાની છે. મેચ શરૂ થતાં પહેલા  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અરિજિત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવન પણ પરફોર્મ કરીને દર્શકોનું મનોરંજન કર્યુ હતુ.

 

Continues below advertisement
Sponsored Links by Taboola