નવી દિલ્હીઃ અનુષ્કા શર્માએ 1 મેના રોજ તેનો 31મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ અવસર પર તે પતિ વિરાટ કોહલી સાથે સમય વીતાવતી નજરે પડી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની આ ખૂબસુરત ક્ષણોની ઝલક વાયરલ થઇ છે.

વિરાટ કોહલીએ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે પત્ની અનુષ્કા સાથે સમય ગાળતો નજરે પડી રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા અને વિરાટ એક તળાવના કાંઠે બેઠેલા નજરે પડી રહ્યા છે અને સૂર્યાસ્ત થઇ રહ્યો હોય છે.


આ ઉપરાંત બેકગ્રાઉન્ડમાં બોબ માર્લેનું સોંગ સંભળાઈ રહ્યું છે. દરમિયાન લવ બર્ડ્સ એકબીજા સાથે વાત કરતાં નજરે પડે છે. વીડિયો સામે આવતાં જ વાયરલ થયો હતો.

આફ્રિદીએ જાહેર કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ઇલેવન, સચિન-ધોનીને ન મળ્યું સ્થાન, જાણો વિગત

IPLમાંથી બહાર થયો આ મિસ્ટ્રી સ્પિનર, 7 પ્રકારના નાંખી શકે છે બોલ