નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેગ્લોરના ઝડપી બોલર ઉમેશ યાદવે કહ્યું હતું કે, ભારતીય ટીમમાં કેટલીક મેચ બાદ ટીમની અંદર-બહાર રહેવાના કારણે તેનું મનોબળ તૂટી ગયુ છે અને તેના કારણે તેનું ફોર્મ પણ ખરાબ થઇ ગયું છે. ઉમેશ યાદવને વિશ્વકપ માટેની ભારતીય ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. તેણે કહ્યું કે, તેના માટે કાંઇ પણ સારુ નથી થઇ રહ્યું અને વધતા દબાણની તેની બોલિંગ પણ અસર પડી છે.


ઉમેશ યાદવે કહ્યું કે, તમામ લોકો કહી રહ્યા છે કે હું સારી બોલિંગ કરી રહ્યો નથી. આવું કેમ થઇ રહ્યું છે. કારણ કે છેલ્લા બે વર્ષોમાં સ્થાનિક સ્તરે તમામ ફોર્મેટમાં હું મેચ રમ્યો છું પરંતુ તેમ છતાં મે એટલી વન-ડે કે ટી-20 મેચ નથી રમી. મને ફક્ત બે કે ત્રણ મેચ માટે પસંદ કરવામાં આવતો અને પછી ટીમમાંથી બહાર કરી દેવામાં આવતો. ઉમેશ યાદવે તેની છેલ્લી વન-ડે મેચ 24  ઓક્ટોબર 2018ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી.