✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનુષ્કા શર્માથી પરેશાન પાડોશીએ શું કરી ફરિયાદ ? અનુષ્કાએ કર્યો શું ખુલાસો ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Apr 2017 10:44 AM (IST)
1

બીજા પાડોશીએ જણાવ્યું કે, બત્રા સાહેબ ઇર્ષાને કારણે આવું કરી રહ્યા છે. તેમના અનેક ગેરકાયદેસર પાર્કિગ આ બિલ્ડિંગમાં છે અને તેમણે પણ પોતાના ફ્લેટની આસપાસ દબાણ કર્યું છે.

2

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માથી તેના પાડોશીઓ પરેશાન છે અને તેના વિરુદ્ધ ફરિયાદ કરી છે. વર્સાવામાં બદ્રિનાથ ટાવરના 20મા ફ્લોર પર અનુષ્કા શર્મા રહે છે. અનુષ્કા પર તેમની બિલ્ડિંગના પૂર્વ સેક્રેટરીએ આરોપ લગાવ્યો છે કે, અનુષ્કા શર્માએ પેસેજના રસ્તે ગેરકાયદેસર રીતે એક ઇલેક્ટ્રિક જંક્શન બોક્સ લગાવ્યું છે.

3

બત્રાએ દાવો કર્યો હતો કે, આ પ્રકારના નાના-નાના અનેક જગ્યાએ શર્મા પરિવારે દબાણ કર્યુ છે જે અંગે સોસાયટી પાસેથી કોઇ પરમિશન લેવામાં આવી નથી. આ અંગે અનુષ્કા શર્માના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે, ઇલેક્ટ્રિક બોક્સ પરમિશન લીધા બાદ લગાવવામાં આવ્યા છે. અનુષ્કા શર્માના 20મા ફ્લોર પર ત્રણ ફ્લેટ છે અને તેનાથી પાડોશીઓને કોઇ પરેશાની નથી.

4

મુંબઇ મિરરના રિપોર્ટ પ્રમાણે, સુનીલ બત્રા બદ્રિનાથ ટાવરના 16 અને 17મા ફ્લોરના માલિક છે. સુનીલના પત્ર બાદ બીએમસીના અધિકારીઓએ 6 એપ્રિલના રોજ અનુષ્કાને પત્ર લખીને ઇલેક્ટ્રિક બોક્સ હટાવવા કહ્યુ હતું. બીએમસીના અધિકારીએ દાવો કર્યો હતો કે, આ બોક્સ ગેરકાયદેસર રીતે લગાવવામાં આવ્યા છે.

5

બીએમસીને લખેલા પત્રમાં સુનીલ બત્રા નામના એક વ્યક્તિએ આરોપ લગાવ્યો કે આ બોક્સ લગાવી અનુષ્કા બિલ્ડિંગના અનેક નિયમોનો ભંગ કર્યો છે. સુનીલના મતે આ બોક્સને કારણે બિલ્ડિંગમાં આગ પણ લાગી શકે છે.

  • હોમ
  • મનોરંજન
  • અનુષ્કા શર્માથી પરેશાન પાડોશીએ શું કરી ફરિયાદ ? અનુષ્કાએ કર્યો શું ખુલાસો ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.