Jio Effect: Ideaએ લોન્ચ કરી ડેટા જેકપોટ ઓફર, 100 રૂપિયામાં દર મહિને મળશે 10 GB ડેટા
નવા પ્લાનને 30 એપ્રિલ સુધી ખરીદી શકાય છે. કંપનીએ અસમ સર્કલના પાંચ ઝોન જોરહટ, તેજપુર, નાગૌન, બોનગાયગૌન અને લુમડિંગમાં પોતાની 4જી સેવા લોન્ચ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ આઈડિયા સેલ્યૂલરે જિઓને ટક્કર આપવા માટે વધુ એક ડેટા જેકપોટ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત કંપની દર મહિને 10 જીબી સુધી ડેટા આપશે. જોકે, આ ઓફર અંતર્ગત આ સુવિધા માત્ર ત્રણ મહિના માટે જ મળશે.આ ઓફર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે.
આ નવી ઓફર પોસ્ટપેઈડ ગ્રાહકો માટે છે અને તેઓ ઓફર માઈ આઈડિયા એપર દ્વારા માત્ર 100 રૂપિયાના માસિક ભાડા પર મેળવી શકે છે. આ ઓફર પસંદ કરનાર ગ્રાહકોને પ્રથમ ત્રણ મહિના માટે 1જીબીથી લઈને 10 જીબી સુધી દર મહિને ડેટા મળશે.
તેમાં ગ્રાહકોને વધારાનો લાભ પણ મળશે અને ત્રણ મહિના બાદ આઈડિયા 100 રૂપિયા દર મહિનાના ભાડા પર ગ્રાહકોને એક જીબી ડેટા આપવાનું ચાલુ રાખશે.
31 માર્ચના રોજ આઈડિયાએ એક નવું પેક લોન્ચ કર્યા હતું જેમાં 4જી હેન્ડસેટ માટે દરરોજ 1જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ નવો પ્લન પણ પોસ્ટપેઈડ ગ્રાહકો માટે જ છે અને તે 199 રૂપિયાથી વધારેના માસિક ભાડાના પ્લાન પર લાગુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -