વિરાટ કોહલીના જન્મદિવસ પર પત્ની અનુષ્કાએ કેવી રીતે કર્યું વિશ, જાણો વિગત
વિરાટ કોહલી પત્ની સાથે હરિદ્ધાર પહોંચી ચૂક્યો છે. હાલમાં તેમણે કરવાચોથના દિવસે બન્નેની સાથે તસવીર શેર કરવામાં આવી હતી.
લગ્ન બાદ વિરાટ કોહલીનો આ પ્રથમ જન્મદિવસ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ અનુષ્કા જન્મદિવસ પર અનુષ્કાના આધ્યાત્મિક ગુરૂના આશ્રમમાં જશે. અનુષ્કા આધ્યાત્મિક ગુરૂ અનંત બાબાને ખૂબ માને છે. લગ્ન પહેલા પણ આ કપલ આર્શીવાદ લેવા માટે હરિદ્વાર સ્થિત આશ્રમ ખાતે ગયા હતા.
વિરાટ કોહલી સોમવારે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. દુનિયાભરના પ્રશંસકો વિરાટને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પત્ની અનુષ્કા શર્માએ 5 નવેમ્બરે જન્મદિવસ પર યૂનિક અંદાજમાં તેને વિશ કર્યું હતું. અનુષ્કાએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરતા લખ્યું, 'થેક ગોડ ફોર બર્થ' તસવીરોમાં અનુષ્કા વિરાટ કોહલીને ગળે લગાડતી નજરે પડી રહી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ છેલ્લે 11 ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.