'બાહુબલી' પ્રભાસ અને 'દેવસેના' અનુષ્કા કઈ હિન્દી ફિલ્મથી બોલીવુડમાં કરશે ડેબ્યુ ? જાણો
તમને જણાવી દઈએ કે, અનુષ્કા શેટ્ટીને પહેલા અજય દેવગનની સાથે ફિલ્મ ‘સિંઘમ’ ઓફર કરવામાં આવી હતી પરંતુ આર્થિક કારણોસર તે ફિલ્મ કરી શકી નહોતી. આ વખતે અનુષ્કાએ કહ્યું કે, ‘બધું યોગ્ય સમયે થાય છે.’ પ્રભાસને લઈને પણ બોલીવુડમાં ડેબ્યૂની વાત ચાલી રહી છે. કરણ જોહર અને એસ એસ રાજમૌલી તેમને બૉલીવુડમાં લાવવા માટે ટ્રાય કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે આ બન્ને સુપરસ્ટાર હિન્દી ફિલ્મ ‘સાહો’થી કમબેક કરસે.. આ ફિલ્મમાં બન્ને જણા પોતે હિંદી બોલતા નજરે પડશે. અહેવાલ એવા પણ મલી રહ્યા છે કે બન્ને સ્ટાર્સને ફિલ્મ મેકર્સે ફિલ્મ માટે વજન ઓછું કરવા માટે હિંદી શીખવા માટે કહ્યું છે. આ ફિલ્મ તો મૂળ તમિલ છે પરંતું તેનું હિંદી વર્ઝન પણ તૈયાર કરવામાં આવશે.
હવે બન્નેની સુપરહિટ જોડી હવે એક વાર ફરી પ્રશંસકોને મનોરંજન કરાવવા માટે તૈયાર છે. અનુષ્કા અને પ્રભાસની તમિલ ફિલ્મ ‘સાહો’માં પણ નજરે પડશે. મઝાની વાત તો એ છે કે આ ફિલ્મથી બન્ને જણા બોલીવુડમાં એન્ટી કરશે..
મુંબઈ: અનુષ્કા શેટ્ટી અને પ્રભાસની જોડીની ફિલ્મ બાહુબલીને પ્રશંસકોએ ખુબ પસંદ કરી હતી. બાહુબલી પ્રભાસ અને દેવસેનાની ફિલ્મને દર્શકોએ એટલી પસંદ કરી કે સોશિયલ મીડિયામાં લોકોએ બન્નેને મેરેજ કરવાની પણ સલાહ આપી દીધી.
એક બાજુ બાહુબલી ફિલ્મમાં બન્ને જણા રૉયલ કપડામાં જોવા મળ્યા હતા ત્યારે આ ફિલ્મમાં બન્ને જણાં મોર્ડન અવતારમાં દર્શકો સામે નજરે પડશે. બન્ને કલાકારો જીન્સ, ટી-શર્ટ અને બીચ વેઅર પહેરેલા જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -