ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે આવતા વર્ષે કોર્ટ મેરેજ કરશે અરબાઝ ખાન

બીજી તરફ મલાઈકાના સબંધો એક્ટર અર્જુન કપૂર સાથે હોવાની ચર્ચા પણ બોલીવૂડમાં ચાલે છે. બંને થોડા સમયમાં પોતાના સબંધોને ઓફિશિયલ જાહેર કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જ્યાં બંનેએ એકબીજા સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ જોર્જિયાના પિતા પણ મલાઈકાને મળ્યા હતા. અરબાઝનો પુત્ર પણ ઘણી વખત જોર્જિયા સાથે લંચ પર સાથે જોવા મળે છે. બંને વચ્ચે સારૂ બોન્ડિંગ છે.

મુંબઈ: અરબાઝ ખાન અને જોર્જિયાની જોડી આવતા વર્ષ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. થોડા દિવસો પહેલા ગણેશ પૂજા દરમિયાન જોર્જિયાના પિતા ખાન પરિવારને મળવા આવ્યા હતા. ત્યારે હવે રિપોર્ટ મળી રહ્યા છે કે આ ન્યૂ કપલ 2019ની શરૂઆતમાં કોર્ટ મેરેજ કરી શકે છે.
સ્પોર્ટબોયની રિપોર્ટ મુજબ, અરબાઝ અને જોર્જિયા કોર્ટ મેરેજનું પ્લાનિંગ કરી રહ્યા છે. બંનેના સબંધને પરિવારના તમામ સદસ્યોએ મંજૂરી આપી દિધી છે. ગણેશ ચતુર્થી પર અર્પિતા ખાનના ઘરે અરબાઝ ખાનની એક્સ વાઈફ મલાઈકા અરોરા અને જોર્જિયા એંડ્રિયાની વચ્ચે મુલાકાત થઈ હતી.
અરબાઝ જોર્જિયાને બોલીવૂડમાં લોન્ચ કરવા માંગે છે. જેના માટે તેણે પ્રોફેશનલ એજન્સીને પણ હાયર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -