ભોપાલમાં આજે BJPનો મહાકુંભ, મોદી-શાહની આગેવાનીમાં જોડાશે 10 લાખથી વધુ કાર્યકર્તા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે જણાવ્યું કે, કાર્યકર્તા મહાકુંભમાં પ્રદેશની 230 વિધાનસભાઓના 65,000થી વધુ મતદાન કેન્દ્રોમાંથી કાર્યકર્તાઓ સામેલ થશે.
હજારો એકરમાં ફેલાયેલા મંડપમાં આજે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપા અધ્યક્ષ અમિત શાહ કાર્યકર્તાઓને સંબોધન કરશે. બીજેપીનો દાવો છે કે, આ કાર્યક્રમમાં 10થી વધુ કાર્યકર્તાઓ આવવાની સંભાવના છે.
આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતીના પ્રસંગે ભોપાલના જમ્બુરી મેદાનમાં આ રાજકીય કાર્યકર્તા સમાગમ 'કાર્યકર્તા મહાકુંભ' માટે 'અટલ મહાકુંભ પરિસર' તૈયાર થઇ ગયો છે.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવામાં આવી રહ્યું છે. રાજ્યના ભોપાલ ખાતે આજે મોદી શાહ કાર્યકર્તાઓના મહાકુંભને સંબોધન કરશે. આ રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજો હાજર રહેશે. ભોપાલના જમ્બુરી મેદાનમાં કાર્યકર્તા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -