ગર્લફ્રેન્ડ સાથે એક્સ વાઈફના પરિવારને લંચ પર લઈ ગયો અરબાઝ, ન જોવા મળી મલાઈકા અરોરા
અરબાઝ ખાન આજકાલ પોતાની આગામી ફિલ્મ ‘દબંગ-3’નું પર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. લીડ એક્ટ્રેસનું નામ સામે આવ્યું નથી. ફિલ્મમાં મૌની રોયનો ગેસ્ટ અપીયરંસ જોવા મળશે.
આ ફોટોમાં અરબાઝ ખાન પિંક કલરની ટી-શર્ટમાં અને બ્લેક ટ્રેક પેન્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે યેલો મેહરાએ યલો કલરનું ટોપ અને વ્હાઈટ કલરની પેન્ટ પહેરેલી છે. મલાઈકા અરોરાની બહેન બ્લૂ કલરની જિન્સ અને વ્હાઈટ લોન્ગ શર્ટમાં જોવા મળી. મલાઈકા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પણ સાથે હતો.
હાલમાં અરબાઝ પોતાની ગર્લફ્રેંડને લઈને એક્સ વાઈફ મલાઈકાના ઘરે પહોંચ્યો. મલાઈકાની માતા, પિતા અને બહેન સાથે જોવા મળ્યા હતા. મલાઈકા તેની સાથે નહોતી. સામે આવેલી તસવીરોમાં અરબાઝ અને એલેક્જેંડ્રા સાથે મલાઈકાને છોડી સમગ્ર પરિવાર જોવા મળ્યો.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાને ગત વર્ષે તેની પત્ની માલાઈકા અરોરા સાથે છુટાછેડા લીધા હતા. અલગ થયા પછી પણ અરબાઝ ખાન અને મલાઈકા એક બીજાના ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. અફવા એવી પણ છે કે અરબાઝ ખાન આજકાલ યેલો મેહરાને ડેટ કરી રહ્યો છે.