Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
નોટબંધીનો વિરોધ કરનાર આ વ્યક્તિ બેંક ઓફ ઇંગ્લેન્ડના બની શકે છે ગવર્નર, RBIના પણ રહી ચુક્યા છે ગવર્નર, જાણો વિગત
નોંધનીય છે કે રાજનની આરબીઆઇ ગવર્નર તરીકેની મુદત પૂરી થયા પછી થોડા સમય બાદ નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. મીડિયા રીપોર્ટસ અનુસાર, રાજને નોટબંધી અંગે જણાવ્યું હતું કે તે નોટબંધીના પક્ષમાં નથી. રાજન આરબીઆઇના 23મા ગવર્નર હતા. તેમને ટાઇમ મેગેઝિને 2016માં દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરઘુરામ રાજનનો આરબીઆઇના ગવર્નર તરીકે ત્રણ વર્ષનો કાર્યકાળ 4 સપ્ટેમ્બર, 2016ના રોજ પૂરો થયો હતો. જે બાદ તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિમાં પાછા ફર્યા હતા. તેમણે જૂનમાં આરબીઆઇના સ્ટાફને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, `હું એક એકેડેમિક છું અને મેં હંમેશા સ્પષ્ટ કર્યું છે કે મારું વાસ્તવિક ઠેકાણું વિચાર છે. મારી ત્રણ વર્ષની મુદત પૂરી થવી અને મારું યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પાછા જવું વાસ્તવમાં એવું બતાવવાનો યોગ્ય સમય છે કે આપણે કુશળતાથી કામ કર્યું હતું.'
કહેવાય છે કે આરબીઆઇના પૂર્વ ગવર્નર અને યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર રઘુરામ રાજન, મેક્સિકન સેન્ટ્રલ બેન્કના પૂર્વ ચીફ ઓગસ્ટિન કાર્સ્ટેન્સના નામ સંભવિત ઉમેદવારોની યાદીમાં છે. કાર્સ્ટેન્સ હાલમાં બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સમાં જનરલ મેનેજર છે.
બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, હેમોન્ડે જમાવ્યું કે, `હજુ સુધી ઔપચારિક પ્રક્રિયા શરૂ નથી કરી, પરંતુ સંભવિતોના નામ પર વિચારણા થઇ રહી છે.' માર્ક કેર્નીની ટર્મ જૂન 2019માં પૂરી થાય છે. તે યુકે સેન્ટ્રલ બેન્કના ત્રણ સદીના ઇતિહાસમાં પહેલા વિદેશી ગવર્નર છે.
નવી દિલ્હીઃ આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નામ બેન્ક ઓફ ઇંગ્લેન્ડના આગામી ગવર્નર તરીકે ચર્ચાઇ રહ્યું છે. યુકેના ચાન્સેલર અને એક્સચેકર ફિલિપ હેમોન્ડે સંકેત આપ્યો કે રાજન વર્તમાન ગવર્નર માર્ક કેર્નીની જગ્યા લઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -