મુંબઇઃ તલાકના બે વર્ષ બાદ બૉલીવુડ સ્ટાર અરબાઝ ખાને પોતાની પૂર્વ પત્ની મલાઇકા અરોડા અંગે ખુલીને વાત કરી, આમે એક ખુલાસો પણ કર્યો હતો.
અરબાઝ ખાને મલાઇકા અરોડા સાથે 2016 લગ્ન તોડવાનો નિર્ણય લીધો, બાદમાં આ કપલ્સે 2017માં લગ્નનો અંત લાવી દીધો હતો. હાલમાં મલાઇકા અરોડા અભિનેતા અર્જૂન કપૂરને ડેટ કરી રહ્યી છે. તો વળી અરબાઝ અવાર નવાર પોતાની ગર્લફ્રેન્ડ જ્યૉર્જિયા સાથે જોવા મળી રહ્યો છે. આમ તો આ કપલ ક્યારેય પોતાના લગ્ન સંબંધ અને તલાક વિશે બોલ્યા નથી, પણ હવે અરબાઝ ખાને કહ્યું કે, તમારે બધુ ભૂલીને આગળ વધવુ જોઇએ.
તાજેતરમાંજ અરબાઝ ખાને કહ્યું કે, ''એક સમય હતો જ્યારે હું પરેશાન રહેતો હતો, પણ હવે એવુ નથી. અથવા તો તમે ભૂલી જાઓ છો કે પછી માફ કરી દો છો, જે પણ સ્થિતિ હોય તમારે આગળ વધવુ પડે છે. જો તમે ભૂલાવી દીધુ તો તમે માફ પણ કરી ચૂક્યા છો. જે પણ યોગ્ય લાગે તે તમારે કરવું જોઇએ.''