બોટાદઃ બરવાળાના તગડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત ત્રણ લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બરવાળાથી અજમેર જતાં ખોજા પરિવારને અમદાવાદથી અમરેલી લગ્ન પ્રસંગે જતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ખોજા પરિવારમાં માતા-પુત્રનું મોત થયું છે. જ્યારે લગ્ન પ્રસંગે જતા પરિવારની બાળકીનું મોત થયું છે. આ અકસ્માતમાં પાંચને ગંભીર ઇજા થતાં હાલ તેમને સારવાર માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત જીજે 27 બીઇ 5350 નંબરની કાર અને જીજે 33 બી 3892 નંબરની કાર વચ્ચે સર્જાયો હતો.
બોટાદઃ બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત ત્રણના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2019 09:29 AM (IST)
બરવાળાના તગડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત ત્રણ લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બરવાળાથી અજમેર જતાં ખોજા પરિવારને અમદાવાદથી અમરેલી લગ્ન પ્રસંગે જતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -