મુંબઈઃ ફિલ્મ અભિનેતા અરબાઝ ખાને મુંબઈમાં પત્રકારો સાથે પોતાના આગામી શો પિંચને લઈને વિશેષ વાતચીત કરી. આ દરમિયાન તેણે પત્રકારોને શો વિશે જણાવ્યું કે, આ સોમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે, તે સોશિયલ મીડિયા પર કલાકારોને કમેન્ટ તરીકે જે પ્રશ્ન પૂછવામાં આવે છે, તેના પર આધારિત હોય છે. આ શો સાથે જોડાયેલ એક ઘટનાનો ઉલ્લેખ અરબાઝ ખાને કર્યો.


અરબાઝે કહ્યું કે, સની લીયોન સાથે શોનું શુટિંગ કરતી વખતે એક એવો પણ સવાલ સામે આવ્યો હતો. જેને લઈને સની રડવા લાગી હતી. પણ આ સવાલ મે બનાવ્યો ન હતો. આ સવાલ પબ્લિક ડોમેઈનમાંથી હતો. એવામાં શું કરી શકાય. આ સવાલ ખૂબ જ ગંદો હતો જે સાંભળતા સની રડી પડી હતી.



અરબાઝે કહ્યું કે, સામાન્ય રીતે મારો પ્રયાસ એવો હોય છે કે, મારા સવાલથી કોઈ પરેશાન ન થાય. આ ઉપરાંત શો બાદ કોઈના અંગત જીવનમાં પણ અસર ન થાય એવા પ્રયત્નો હોય છે. સોશિયલ મીડિયાની એક મોટી સમસ્યા હોય છે પરંતુ, એક શોના માધ્યમથી આ સવાલ અમે દુનિયા સામે મૂક્યા છે. આ પરથી લોકો સમજી શકશે કે મનફાવે એવું લખવાથી કલાકારો પર કેવી અસર થાય છે. આ એવા સવાલ છે જેને સ્પષ્ટ શબ્દો જાહેરમાં બોલી શકાય એમ નથી.

અરબાઝ ખાને કહ્યું હતું કે, આ શોમાં મોટા ભાગનું કંટેન્ટ સ્ક્રિપ્ટેડ હોતું નથી. જ્યારે કોઈ કલાકાર આવે છે ત્યારે તેના વિષયો નક્કી કરવામાં આવે છે. આ સમયે સોશિયલ મીડિયા પર પૂછવામાં આવેલા સવાલો કરવામાં આવે છે. પણ ક્યારેક એવા ગંદા અને શરમજનક સવાલ આવે છે કે, કલાકારો કંઈ કહી શકતા નથી.