રાંચી: રાંચીમાં રમાયેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 32 રને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 314 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 48.1 ઓવરમાં 281 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની વનડે સીરીઝમાં 1-2થી વાપસી કરી લીધી છે. પરંતુ ત્રીજી વનડેમાં હાર બાદ ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ સંજય બાંગરે ધોનીને લઇને મોટું નિવેદન આપ્યું છે.




સંજય બાંગરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં એમએસ ધોનીને આરામ આપવામાં આવશે. આગામી બે વનડે ક્રમશઃ 10 અને 13 માર્ચે છે. ચોથી વનડે મોહાલીમાં રમાશે જ્યારે અંતિમ વનડે દિલ્હીમાં રમાશે. એવામાં વર્લ્ડકપને ધ્યાનમાં લેતાં ટીમમાં અનેક ફેરફાર કરી શકે છે.

વિકેટકીપર મેદાનની બહાર ગયો ને મિલરે ધોનીની સ્ટાઇલમાં ઉખાડ્યુ સ્ટમ્પ, તો કેપ્ટન ડૂ પ્લેસિસ બોલ્યો- 'એમએસડી', જુઓ વીડિયો



ધોની લાંબા સમયથી ટીમ ઈન્ડિયા સાથે રમી રહ્યો છે અને આગમી 23 માર્ચથી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશિપ પણ કરવાની છે. આઈપીએલ બાદ ધોનીએ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ માટે જવાનું છે. એવામાં તેના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં લેતાં ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે.

વર્લ્ડ કપ 2019માં ધોની ક્યા ક્રમ પર કરશે બેટિંગ? સુરેશ રૈનાએ આપ્યો આ જવાબ....



મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ સંકેત આપી દીધા હતા કે વિશ્વકપને ધ્યાનમાં રાખતા અંતિમ બે મેચોમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. નોંધનીય છે કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ વધારે પ્રયોગ કર્યા નથી. રિષભ પંત, યુઝવેન્દ્ર ચહલ જેવા સ્ટાર ખેલાડી હજૂ પણ બેન્ચ પર જ છે એવામાં આશા છે કે તેઓને અંતિમ બે વનડેમાં તક આપવામાં આવશે.