બોલીવૂડમાં એન્ટ્રી કરશે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા?
ચર્ચા છે કે અરબાઝ ખાન ટૂંક સમયમાં જોર્જિયા સાથે પોતાના સંબંધોને ઓફિશિયલ કરવાની તૈયારીમાં છે.
મુંબઈ: અરબાઝ ખાન પત્ની મલાઈકા અરોરાથી અલગ થયા બાદ ગર્લફ્રેન્જ જોર્જિયા એંડ્રિયાની સાથે સમય પસાર કરતો જોવા મળે છે. હાલમાં જ તે જોર્જિયા સાથે લંચ ડેટ પર જોવા મળ્યો હતો. તેની સાથે તેનો પુત્ર અરહાન પણ સાથે હતો
જોર્જિયા બોલીવૂડમાં આવવા માંગે છે. અરબાઝ તેની મદદ કરી રહ્યો છે. અરબાઝ તેને બોલીવૂડના એક પ્રોડ્યૂસર સાથે મુલાકાત કરાવી રહ્યો છે. આશા છે કે તેને ફિલ્મની ઓફર કરવામાં આવી શકે છે.
અરબાઝ અને મલાઈકાએ ગત વર્ષે મે મહિનામાં અલગ થયા હતા પરંતુ હાલ પણ બંને વચ્ચે સારી મિત્રતા છે. 18 વર્ષનો સંબંધ તુટી ગયા બાદ મલાઈકા અને અરબાઝ ફેમિલિ હોલિડે પર સાથે જોવા મળી રહ્યા છે.
બોલીવૂડમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે જોર્જિયા અરબાઝના બેનર વાળી ફિલ્મ દબંગ 3નો પણ હિસ્સો બની શકે છે.