'તારક મહેતા...'માં ફરી જોવા મળશે ડો. હાથી, જાણો ક્યા એક્ટરને મળ્યો આ રોલ
કહેવામાં આવી રહ્યું છે કે, નિર્મલે શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે, શોના શરૂઆતમાં પણ થોડા સમય માટે નિર્મલ સોની ડો. હાથીના રોલમાં જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્મલ સોની આ અભિનય કરશે. દર્શકો વચ્ચે ડો. હાથીનો અભિનય ઘણો લોકપ્રિય છે. તેને ધ્યાનમાં રાખી કેરેક્ટર્સને ટકાવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, નિર્મલ સોનીનું નામ આ અભિનય માટે ફાઈનલ કરી દેવામાં આવ્યું છે. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ આ નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ જાણીતા કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથીની ભૂમિકા ભજવનાર એક્ટરની શોધ નિર્માતા છેલ્લા બે મહિનાથી કરી રહ્યા છે. કહેવાય છે કે હવે આ શોધ પૂરી થઈ ગઈ છે. કવિ કુમાર આઝાદના રોલ માટે કોઈ અન્ય નહીં પણ નિર્મલ સોનીને રિપ્લેસ કરવામાં આવી રહ્યા છે. તે કવિ કુમાર પહેલા ડો. હાથીની ભૂમિકા આ સીરિયલમાં નિભાવી ચૂક્યા છે.
થોડા સમય પહેલા આ શોમાં ડો. હાથીનો અભિનય કરનાર આઝાદ કુમારનું નિધન થયું ત્યારે એવી ચર્ચા થઈ રહી હતી કે, શોમાં હવે આ રોલ જ ખતમ કરી દેવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, અભિનેતા અને ફિલ્મકાર સતિશ કૌશિક આ અભિનય કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -