અર્જૂન કપૂર-મલાઇકા અરોડાના લગ્નના સવાલ પર અરબાઝ ખાને આપ્યુ મજાકીયુ રિએક્શન, Video વાયરલ
abpasmita.in | 01 Apr 2019 01:43 PM (IST)
મુંબઇઃ થોડાક દિવસો પહેલા બૉની કપૂરે અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાના લગ્નના સમાચારોનું ખંડન કર્યુ હતુ. હવે આના પર અરબાઝ ખાને પણ મજાક કરીને ખાસ રિએક્શન આપ્યુ છે. રિપોર્ટ છે કે અર્જૂન અને મલાઇકા 19 એપ્રિલે ક્રિશ્ચિયન વેડિંગ કરશે. આ બધાની વચ્ચે મલાઇકાએ માલદીવથી પોતાની ગર્લ ગેન્ગની તસવીરો શેર કરી હતી, જેને લોકો મલાઇકાની બેચલર પાર્ટી ગણાવી રહ્યાં હતાં. હવે, તાજેતરમાં જ્યારે મલાઇકાના પૂર્વ પતિ અરબાઝ ખાનને આ વિશે પુછવામાં આવ્યુ, તો તે હંસવા લાગ્યા. તેમને આ સવાલને લઇને રિપોર્ટરની પણ મજાક ઉડાવી હતી. અરબાઝે કહ્યું- ''બહુજ ટાઇમ લીધો હશે તમે આ પુછવામાં...'' સોશ્યલ મીડિયા પર આ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.