હવે એક રિપોર્ટમાં કહેવાઇ રહ્યુ છે કે, મલાઇકા અને અર્જૂન 19 એપ્રિલે ક્રિશ્ચિયન રીત રિવાજથી લગ્ન નથી કરવાના. મલાઇકા ક્રિશ્ચિયન પરંપરાને માને છે. આ તરીખે લગ્ન ના કરવાની દિલચસ્પ કારણ પણ સામે આવી રહ્યુ છે.
પિંકવિલાની એક રિપોર્ટમાં 19 એપ્રિલે અર્જૂન અને મલાઇકા લગ્ન ના કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખરેખર, આ તારીખે ગુડ ફ્રાઇડે છે. આ દિવસે ઇસા મસીહાને સૂલી પર ચઢાવવામાં આવ્યા હતા.
ગુડ ફ્રાઇડે, ક્રિશ્ચિયનો માટે શોકનો દિવસ મનાય છે. આ દિવસે ચર્ચમાં લગ્ન જેવા કોઇ શુભ માંગલિક ફંક્શનો નથી થતા. એટલે સ્પષ્ટ છે કે, અર્જૂન અને મલાઇક આ તારીખ સિવાય એપ્રિલમાં ગમે ત્યારે લગ્ન કરે પણ આ દિવસે નહીં કરે.