નવી દિલ્હી: કોંગ્રેસે સોમવારે મોડી રાતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતની 9 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં પ્રમુખ નામ આંતરરાષ્ટ્રીય પદક વિજેતા તથા કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારા કૃષ્ણા પૂનિયાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસે તેમને કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સામે જયપુર ગ્રામીણથી મેદાનમાં ઉતાર્યા છે.



આ ઉમેદવારોમાં પ્રમુખ નામ કૃષ્ણા પૂનિયાનું છે. જે જયપુર ગ્રામીણથી ઓલિમ્પિક પદક વિજેતા રાજ્યવર્ધન રાઠોડને ટક્કર આપશે. ચક્કા ફેંક ખેલાડી કૃષ્ણાએ કોમનવેલ્થ ગેમ્સ 2010માં સ્વર્ણ પદક જીત્યો હતો. જ્યારે રાજ્યવર્ધન રાઠોડે 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં રજત પદક જીત્યો હતો.



કૃષ્ણા પૂનિયા હાલ ધારાસભ્ય પણ છે. આ અગાઉ કોંગ્રેસ ઉત્તર પ્રદેશ તથા અન્ય  કેટલાંક રાજ્યો માટે 315 ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. જેમાં યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ સામેલ છે.