મુંબઇઃ એક્ટ્રેસ અને મૉડલ બ્રૂના અબ્દુલ્લા જલ્દી માં બનવાની છે. તેને પોતાની પ્રેગનન્સીનો ખુલાસો એક અંગ્રેજી મીડિયાને આપેલા ઇન્ટવ્યૂમાં કરી દીધો છે.

બ્રૂના અબ્દુલ્લા લગ્ન પહેલાં જ પોતાના બાળકને જન્મ આપવા જઇ રહી છે. તેને થોડાક સમય પહેલાં જ પોતાના બ્રિટીશ બૉયફ્રેન્ડ Allan Fraser સાથે સગાઇ કરી હતી.

લગ્ન પહેલા બાળકને જન્મ આપવા જઇ રહેલી બ્રૂના અબ્દુલ્લાએ કહ્યું કે, લગ્ન માત્ર એક કાગળનો ટુકડો છે, તે લોકોને જોડી નથી શકતો. તેને વધુમાં કહ્યું કે, કેટલાક લોકો લગ્ન કર્યા બાદ પણ એકબીજા સાથે ખુશ નથી રહી શકતા અને તેના કારણે એકબીજાને છેતરે છે.



બ્રૂનાએ જણાવ્યુ કે તે પાંચ મહિનાથી પ્રેગનન્ટ છે અને તેના પેટમાં રહેલુ બાળક 22 અઠવાડિયાનું થઇ ચૂક્યુ છે. તેનું કહેવું છે કે, તેનુ બાળક સ્વસ્થ છે. તેને કહ્યું કે, મારા બાળકના સમાચાર સાંભળીને આખો પરિવાર ખુશ થઇ ગયો છે. મારી મમ્મીનું સપનું હતુ કે હું ક્યારે માં બનીશ.

ઉલ્લેખનીય છે કે, બ્રૂના ગ્રાન્ડ મસ્તી, દેસી બૉયઝ અને આઇ હેટ લવ સ્ટૉરી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.