Malaika Arora Health Update: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો શનિવારે અકસ્માત થયો હતો. જે બાદ તેના કપાળમાં ઈજા થઈ છે. મલાઈકાના અકસ્માત વિશે જાણ્યા પછી બધા ચોંકી ગયા હતા. મલાઈકાની તબિયત હવે ઠીક છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત બાદ મલાઈકા નર્વસ હતી પરંતુ હવે તે ઠીક છે. મલાઈકાના ઘરે આવ્યા બાદ બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેને મળવા આવ્યો હતો. અર્જુનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મલાઈકાનું ઘર છોડતો જોવા મળી રહ્યો છે.
મલાઈકાના અકસ્માત બાદ અર્જુન કપૂર પરેશાન છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં તે પોતાની કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે એકદમ ગંભીર દેખાઈ રહ્યો છે.
મલાઈકા અરોરા હવે સ્વસ્થ છે
ઈન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તેણે કહ્યું કે મલાઈકાની તબિયત સારી છે અને તે સ્થિર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, અકસ્માત બાદ મલાઈકા થોડી ડરી ગઈ હતી, તેના કપાળ પર કેટલાક ટાંકા આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, મલાઈકાની બાજુમાં તકિયો હતો, જેના કારણે તે મોટી ઈજા થવાથી બચી ગઈ હતી. મલાઈકા આજે બપોરે ઘરે પરત ફરી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા અરોરા તાજેતરમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર વિશેષ અતિથિ તરીકે આવી હતી. તે શોમાં કિરોન ખેર, મનોજ મુન્તાશીર અને બાદશાહ સાથે શોને જજ કરતી જોવા મળી હતી. જ્યારે શિલ્પા શેટ્ટીના શોમાં બે એપિસોડ નહોતા ત્યારે તેની જગ્યાએ મલાઈકા આવી હતી. તમને જણાવી દઈએ કે મલાઈકા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પહેલા ઘણી સીઝન હોસ્ટ કરી ચુકી છે.
અંગત જીવનની વાત કરીએ તો મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે દરરોજ અર્જુન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંનેની ટ્રિપની તસવીરો વાયરલ થતી રહે છે. મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે.