નવી દિલ્હીઃ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. હવે બન્નેને સાથે જોવા એ એક સામાન્ય બાબત છે. આ વેડિંગ સીઝનમાં પણ ચર્ચા હતી કે મલાઈકા-અર્જુન ટૂંકમાં જ લગ્ન કરી શકે છે. વિતેલા દિવસોમાં મલાઈકાએ આ અહેવાલોને અફવા ગણાવી હતી. હવે તેના પર પ્રથમ વખ અર્જન કપૂરે મૌન તોડ્યું છે.

જ્યારે અર્જુનને મલાઈકા સાથેના લગ્નની વાત પૂછવામાં આવી ત્યારે તેણે હા પણ નથી પાડી અને ના પણ નથી પાડી. તેમણે એ પણ જણાવ્યું કે, બોલિવૂડમાં આ પ્રકારની ખોટી અફવાઓથી કોઈ ફેર પડતો નથી.



એક એવી પણ ચર્ચા હતી કે, અર્જૂન કપૂર અને મલાઈકા આ વર્ષે લગ્ન કરી શકે છે. પરંતુ, આ અફવાહની સામે બંનેમાંથી કોઈએ લગ્ન અંગેની કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. અર્જૂને ઉમેર્યું હતું કે, આ એક સામાન્ય વાત છે કે, જ્યારે તમે કોઈ રિલેશનશીપ હો ત્યારે બોલિવૂડમાં એ વાત થતી હોય. આટલી નાની કિંમત તો સેલિબ્રિટીઓએ ચૂકવવી જ પડે છે. લોકો પણ અનેક વખત જાણવા માગતા હોય છે કે, અમે કેવી રીતે જીવીએ છીએ. તેઓ આ જાણીને સરપ્રાઈઝ થાય છે પણ અહીં સામાન્ય છે.



જ્યારે મલાઈકા અરારોને એક ઈવેન્ટમાં અર્જૂન કપૂર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પ્રશ્નોના જવાબ આપવાનુ ટાળ્યું હતું. આ ઉપરાંત જ્યારે અર્જૂન કપૂર સાથે લગ્ન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, હું કોઈ અંગત સવાલના જવાબ નથી આપતી.