નવી દિલ્હીઃ જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-હોમ્મદના ટ્રેનિંગ કેમ્પર પર એર સ્ટ્રાઇક કરી હતી એ દરમિયાન મ્યાનમાર સરહદ પર પણ ઉગ્રવાદી સંગઠનો વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી ચાલી રહી હતી. ભારતીય સેનાની મદથી મ્યાનમારે મિઝોર સરહદ આવેલ મ્યાનમારના જંગલોમાં ચાલી રહેલ ઓછામાં ઓછા 10 ઉગ્રવાદી કેમ્પોને નષ્ટ કર્યા હતા.


આધિકારીક સુત્રોના મતે આ જોઈન્ટ ઓપરેશન 17 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું અને 2 સપ્તાહ સુધી એટલે કે 2 માર્ચ સુધી ચાલ્યું હતું. રિપોર્ટ પ્રમાણે મ્યાંમારના વિદ્રોહી સમુહ રોહિંગ્યા આતંકી સમુહ અરાકાન આર્મીએ મિઝોરમ સરહદ પર નવા ઠેકાણા બનાવ્યા હતા. જે કલાદાન પ્રોજેક્ટને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં નોર્થ-ઇસ્ટનો નવો ગેટ વે હશે.

ભારત-મ્યાંમાર આર્મીના જોઇન્ટ ઓપરેશનના પ્રથમ રાઉન્ડમાં મિઝોરમની સરહદ પર નવનિર્મિત કેમ્પોને ધ્વસ્ત કર્યા હતા. બંને દેશોની સેનાએ સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. જ્યારે ઓપરેશનના બીજા ભાગમાં ટાગામાં NSCN (K)ના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું અને ઘણા કેમ્પો નષ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોના મતે વિદ્રોહીઓએ અરૂણાચલથી મિઝોરમ સરહદ સુધી 1000 કિમીની યાત્રા કરી હતી.