મુંબઈ: બોલિવૂડ એક્ટર અર્જૂન રામપાલ ત્રીજી વખત પિતા બન્યો છે. અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ ગુરુવારે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. અર્જૂન રામપાલની બન્ને પુત્રીઓ પણ ત્યાં નજર આવી હતી. છેલ્લા ઘણા સમયથી અર્જૂન રામપાલ અને ગેબ્રિએલા પોતાના રિલેશનને લઈને લાઈમલાઈટમાં હતા પરંતુ પોતાના આ રિલેશનને લઈને કેટલા સીરિયસ હતા તે ત્યારે ખબર પડી જ્યારે અર્જૂને પોતોના બાળકની ગૂડ ન્યૂઝ સોશિયલ મીડિયા દ્વારા પોતાના તમામ ફેન્સ સાથે શેર કર્યાં. અર્જૂન કપૂરને બોલિવૂડ તરફથી શુભેચ્છાઓ મળવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. સૌથી પહેલા ડાયરેક્ટર જેપી દત્તાની પુત્રી નિધિ દત્તાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી.