નવી દિલ્હી: ભારતની સ્ટાર એથલીટ હિમા દાસનું દમદાર પ્રદર્શન યથાવત છે. હિમા દાસે વધુ એક ગોલ્ડ જીતી છેલ્લા 15 દિવસમાં ચાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. મહિલાઓની 200 મીટરની રેસમાં હિમા દાસે રિપબ્લિકમાં ચાલી રહેલા ટબોર એથલેટિક્સ મીટમાં બુધવારે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેમણે માત્ર 23.25 સેકન્ડમાં પોતાની દોડ પૂર્ણ કરી હતી.



19 વર્ષીય હિમાને આખો દેશ સલામ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પણ 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે 45.40 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.

હિમાએ પ્રથમ ગોલ્ડ મેડલ 2 જુલાઈ પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં 200 મીટર રેસમાં જીત્યો હતો. તેમણે 23.65 સેકન્ડમાં આ દોડ પુરી કરી હતી. બીજો ગોલ્ડ 7 જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં 23.97 સેકન્ડમાં 200 મીટરની રેસ પુરી કરી જીત્યો હતો. જ્યારે ત્રીજો ગોલ્ડ મેડલ 13 જુલાઈએ ચેક રિપબ્લિકમે થયેલી ક્લાંદો મેમોરિયલ એથલેટિક્સમાં 200 મીટરની રેસ 23.43 સેકન્ડમાં પુરી કરી હતી.

ટીમ ઇન્ડિયાના કોચની પસંદગીમાં વિરાટ કોહલીની દખલ.....

હું ફરીથી ક્યારેય સુપર ઓવર નહીં રમુ, બેન સ્ટૉકએ કેમ કહ્યું આવુ, જાણો વિગતે

રવિ શાસ્ત્રીની સાથે વિરાટ કોહલીને પણ કેપ્ટનપદેથી કરાશે રવાના, જાણો કોણ બનશે ભારતીય ટીમનો નવો કેપ્ટન?