નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. અર્જુને થોડા જ દિવસ પહેલા આ વાતનો કુલાસો કર્યો હતો કે તે ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા અર્જુને પોતાની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા દોમિત્રિયાદની સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં ગૈબ્રિએલા પ્રેગ્નેન્ટ જોવા મળી રહી છે. હવે બન્નેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં બન્ને શોપિંગ બાદ સાથે ફરતા જોવા મળી રહ્યા છે.
પ્રેગ્નેન્ટ ગેબ્રિએલાની સાથે અર્જુન રામપાલ પ્રોટેક્ટિવ જોવા મળ્યો છે. બંને સાથે સારા લાગી રહ્યાં છે. આ વિશે અર્જુનની પહેલી પત્ની મેહરે પણ કમેન્ટ કરી છે.
મુંબઇ મિરરમાં તેમની એક ફ્રેન્ડે આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેહરે એ વાત સ્વીકારી લીધી છે કે અર્જુન તેમનાં જીવનમાં વધુ આગળ વધી ગયો છે. મેહર એક સારી મા છે અને તે દરેક વસ્તુ કરવા માંગે છે કે જે તેનાં બાળકો માટે યોગ્ય છે.
પ્રેગ્નેન્ટ ગર્લફ્રેન્ડ સાથે ફરતો જોવા મળ્યો આ એક્ટર, PHOTOS VIRAL
abpasmita.in
Updated at:
29 Apr 2019 07:32 AM (IST)
બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. અર્જુને થોડા જ દિવસ પહેલા આ વાતનો કુલાસો કર્યો હતો કે તે ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -