અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સે એક તસવીર શેર કરી છે, જેમાં તેને ઓપન-બટન ડેનિમ જેકેટ અને સાથે જીન્સ પહેરેલુ છે, આ તસવીરમાં તેને ગ્લેમરસ અંદાજ દેખાઇ રહ્યો છે.
બૉડી ફ્લૉન્ટ કરતાં એક્ટ્રેસે તસવીર શેર કરી અને ફેન્સને આ પૉસ્ટ-પ્રેગનન્સી તસવીર ખુબજ પસંદ આવી રહી છે. ખરેખરમાં આ તસવીર એક ફોટોશૂટની છે.
તસવીર શેર કરતાં ગેબ્રિએલાએ લખ્યુ છે કે, "જલ્દી આવી રહી છુ, આ નવા લૂકની સાથે.". મિનિમમ મેકઅપની સાથે તસવીરમાં ગેબ્રિએલાનો બૉલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.