નવી દિલ્હીઃ દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ પાટા પર દોડતી થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ દરમિયાન સીએમ યોગીએ બીજા શહેરોને આ અનોખી પહેલ સાથે જોડવાની વાત કહી છે.

આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, આ દેશની પહેલી કૉર્પોરેટ ટ્રેન છે, હું આમાં યાત્રા કરનારા મુસાફરોને અભિનંદન પાઠવુ છુ. આશા રાખુ છુ કે અન્ય બીજા શહેરોમાં પણ આ રીતની પહેલ કરવામાં આવે. તેજસ એક્સપ્રેસ પ્રાઇવેટ કંપની દ્વારા સંચાલિત ટ્રેન છે.



કઇ રીતે મળશે પૈસા?

લખનઉથી દિલ્હી વચ્ચે શરૂ થનારી આ તેજસ એક્સપ્રેસને લઈ IRCTC એ મોટી જાહેરાત કરી છે. રેલવે મુસાફરોને આકર્ષવા માટે ફ્રી વીમા સાથે સાથે ટ્રેન મોડી આવે તો વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રેન 1 કલાક મોટી આવે તો મુસાફરોને 100 રૂપિયા વળતર અને બે કલાકથી મોડી આવે તો પ્રત્યેક યાત્રીઓને 250 રૂપિયા આપશે.



તેજસ એક્સપ્રેસ સપ્તાહમાં મંગળવાર સિવાય 6 દિવસ દોડશે. આ ટ્રેન નવી દિલ્હીથી સાંજે 3.35 વાગ્યથી ઉપડશે અને 10.05 વાગ્યે રાતે લખનઉ પહોંચશે.


તેજસ ટ્રેનની દેખરેખ રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન(આઈઆરસીટીસી) હેઠળ છે. તેજસમાં મુસાફરોને પ્રીમિયમ સેવાઓ અને સુવિધાઓ આપવામાં આવશે.