આ એક્ટર પ્રેગનન્ટ ગર્લફ્રેન્ડની સાથે મનાવી રહ્યો છે Babymoon, શેર કરી રૉમેન્ટિક તસવીર
abpasmita.in | 20 May 2019 02:38 PM (IST)
23 એપ્રિલે એક તસવીર શેર કરીને અર્જૂન રામપાલે પોતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે રિલેશનશિપમાં હોવાની વાત કહી હતી. જોકે, હજુ સુધી બન્નેએ લગ્ન નથી કર્યા
મુંબઇઃ એક્ટર અર્જૂન રામપાલ આજકાલ પોતાની પ્રેગનન્ટ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સની સાથે 'બેબીમૂન' સેલિબ્રેટ કરી રહ્યો છે. વાયરલ ફોટોઝમાં તમે અંદાજ લગાવી શકો છો કે, આવનારા બાળકને લઇને બન્ને કેટલા એક્સાઇટેડ છે. અર્જૂન રામપાલે બેબીમૂનની એક તસવીર પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે, સાથે આ એક ક્યૂટ કેપ્શન પણ લખ્યુ છે. અર્જૂને લખ્યુ છે કે, જો તમારી સવાર આ રીતની હોય તો આ કોઇ ભગવાનની કૃપાથી કમ નથી. અર્જૂન રામપાલ અવારનવાર પોતાની ગર્લફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરે છે. 23 એપ્રિલે એક તસવીર શેર કરીને અર્જૂન રામપાલે પોતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે રિલેશનશિપમાં હોવાની વાત કહી હતી. જોકે, હજુ સુધી બન્નેએ લગ્ન નથી કર્યા.