નવી દિલ્હીઃ પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીની દીકરીનું નિધન થઈ ગયું છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસ છોડીને ટૂંકમાં જ પાકિસ્તાન પરત ફશે. આસિફ અલી કેન્સરનો સામનો કરી રહેલ પોતાની દીકરીની અમેરિકામાં સારવાર કરાવી રહ્યા હતા.


ઇસ્લમાબાદ યૂનાઈટેડના નિવેદન અનુસાર, આઈએસએલયૂ પરિવારની સંવેદના આસિફની સાથે છે, જેણે પોતાની દીકરી ગુમાવી છે. આસિફ ઘણો જ મજબૂત છે અને અમે આપણા બધા માટે પ્રેણા છે. નોંધનીય ચે કે, આસિફ અલી પાકિસ્તન સુપર લીગમાં ઇસ્લામાબાદ યૂનાઈટેડ તરફથી રમી રહ્યો છે.



27 વર્ષના આસિફ અલીએ રવિવારે હેડિંગ્લેમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝના પાંચમાં અને અંતિમ વનડેમાં પાકિસ્તાનની 54 રને હાર થઈ હતી જેમાં તેણે 22 રન બનાવ્યા હતા. આ હાર સાથે જ પાકિસ્તાને ઇંગ્લેન્ડમાં 0-4થી સીરીઝ ગુમાવી હતી.