આ એક્ટરને બર્થ-ડે પર ગિફ્ટમાં મળી ગુજરાતી ગીર ગાય
અર્જુને હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે દીકરીએ પરિવારના અન્ય સભ્યો સાથે મળીને સરપ્રાઈઝ ગિફ્ટ ગીર ગાય આપી હતી. આ માટે ગુજરાતી તેના ફાર્મ હાઉસ સુધી ટેમ્પો દ્વારા ગાય લઈ જવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર એક્ટર અર્જુનસરજાને તેમના જન્મદિવસ પર ગુજરાતની ગીર ગાય મળી છે. અર્જુનને તેની દીકરીઓએ ગીર ગાય ગિફ્ટમાં આપી હતી. આ માટે ખાસ જૂનાગઢથી ટેમ્પો દ્વારા ગીર ગાયને તમિલનાડુ ખાતે તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવી હતી.
હાલમાં આ ગીર ગાય પ્રેગ્નેન્ટ છે જે ટૂંક સમયમાં વાછરડાને જન્મ આપી શકે છે. તેની સાઉથ સ્ટારના ફાર્મ હાઉસમાં દેખરેખ કરવામાં આવી રહી છે. અર્જુન સરજાએ ગાયને પુન્યોક્તિ નામ આપ્યું છે અને તેને જીવનની સૌથી બેસ્ટ ગિફ્ટ ગણાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -