સંયુક્ત રાષ્ટ્રએ PM મોદીને ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ’થી કર્યા સન્માનિત, મોદીએ કહ્યું- આ દેશનું સન્માન
સંયુક્ત રાષ્ટ્રએ 26 સપ્ટેમ્બરે મહાસભાની ઉચ્ચસ્તરીઓ બેઠક દરમિયાન જાહેરાત કરી હતી કે, વડાપ્રધાન મોદી અને ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઇમેન્યૂએલ મેક્રોનને પોલીસી લીડરશિપ કેટેગરીમાં ચેમ્પિયનન્સ ઓફ અર્થ પુરસ્કાર આપવામાં આવે. આ સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રએ પર્યાવરણ ક્ષેત્રે ઐતિહાસિક પગલા ઉઠાવવા બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ’થી સન્માનિત કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે પીએમ મોદીને આ એવોર્ડ એનાયત કર્યો હતો. ગુતારેસ હાલમાં ભારત પ્રવાસે છે. પીએમ મોદી સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રોનને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, આપણને આબાદીને પ્રર્યાવરણ પર પ્રકૃતિ પર અતિશય દબાણ કર્યા વગર વિકાસના અવસરોને જોડવા માટે સહારાની જરૂર છે
‘ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ’થી સન્માનિત થયા બાદ એક કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે, આ સન્માન દેશનું સન્માન છે. હું આ એવોર્ડ માટે આભારી છે. તેઓએ કહ્યું, આ એવોર્ડ ભારતના આદિવાસીઓ, ખેડૂતો અને માછીમારોને સન્માનિત છે. ભારત હંમેશા પ્રકૃતિને માતા તરીકે જુવે છે અને નારી પ્રકૃતિનું જ એક રૂપ છે. આ સન્માન ભારતની નારીનું પણ છે જે છોડવાઓનું ધ્યાન રાખે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -