નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વન ડે ક્રિકેટના વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂર્યાના નિધનના બોગસ સમાચાર વાયરલ કર્યા છે. આ દરમિયાન બોલીવુડ એક્ટર અરશર વારસીએ પણ તેના ટ્વિટર હેન્ડલ પરથી ક્રિકેટરના નિધનના અહેવાલ શેર કર્યા હતા. એક ન્યૂઝ લિંક શેર કરીને વારસીએ જયસૂર્યાને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

અરશદે લખ્યું, આ ખૂબ શોકિંગ અને દુઃખદ ખબર છે. અરશદના પ્રશંસક પણ આ બોગસ ખબર પર પૂર્વ ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપતા નજરે પડ્યા. જ્યારે અનેક લોકોએ એકટર જીવતો હોવાનું જણાવ્યું. જયસૂર્યાને શ્રદ્ધાંજલિ આપવાના કારણે અરશદને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.


એક યૂઝરે લખ્યું, આ ખોટી ખબર છે અરશદ સર. જ્યારે એક યૂઝરે ગુસ્સાવાળી ઇમોજી સાથે કમેન્ટ કરી, પહેલા કન્ફરેમ કરો તે બાદ જ નક્કી કરો. એક યૂઝરે લખ્યું કે, સેલિબ્રિટીઝ ખોટા સમાચાને ચેક કર્યા વગર જ ટ્વિટ કરી રહ્યા છે, જે ખૂબ ચિંતાની વાત છે.


કેનેડામાં કાર દુર્ઘટનામાં શ્રીલંકાના ક્રિકેટર જયસૂર્યાના મોત થયું હોવાની વાત ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે. જોકે, બાદમાં જયસૂર્યાએ ખુદ તેના ટ્વિટર એકાઉન્ટ પર આવી કોઇ કાર દુર્ઘટનાની ખબર ફગાવી દીધી હતી અને કુશળ હોવાનું જણાવ્યું છે.