અશ્વિને ટ્વિટ કર્યું કે, શું સનથ જયસૂર્યા પર આવી રહેલા ન્યૂઝ સાચા છે. મને વોટ્સએપ પર આવા ન્યૂઝ મળ્યા પરંતુ ટ્વિટર પર આવું નથી દેખાતું. ત્યારબાદ ફેન્સે અશ્વિનને જાણકારી આપી કે આ ન્યૂઝ બિલકુલ ખોટા છે.
જયસૂયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેની મોતના અહેવાલને અફવા ગણાવી હતી. જયસૂર્યાએ કહ્યું કે, મારા વિશે ફેલાવામાં આવેલા ખોટા ન્યૂઝનું ખંડન કરું છું. હું બિલકુલ સ્વસ્થ છું. હું શ્રીલંકામાં છું અને હું કેનેડા નથી ગયો. પ્લીઝ ખોટા ન્યૂઝને શેર ન કરો.
આઈસીસીએ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ પ્લેયર સનથ જયસૂર્યાને ક્રિકેટના તમામ ફોર્મેટ્સથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ બાદ હવે તે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં પણ કોઈ જવાબદારી નહીં લઈ શકે. આપને જણાવી દઈએ કે આઈસીસીએ જયસૂર્યાની વિરુદ્ધ એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના કારણે આ નિર્ણય લીધો છે.