Aryan Khan Drugs Case Live: બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી
Aryan Khan Drugs Case: આર્યન ખાન 7 ઓક્ટોબરથી જેલમાં બંધ છે. એનસીબી ટીમ દ્વારા ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યા બાદ આર્યન ખાન સહિત કમ સે કમ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી છે.
આર્યન ખાન છેલ્લા 18 દિવસથી એટલે કે ગત 7 ઓક્ટોબરથી મુંબઇની આર્થર રૉડ જેલમાં બંધ છે. એનસીબી ટીમ દ્વારા ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યા બાદ આર્યન ખાન સહિત કમ સે કમ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન પર આ કેસ મામલે એનડીપીએસ કાયદા અંતર્ગત ડ્રગ્સ રાખવા અને વાપરવાના આરોપો લાગેલા છે.
બૉમ્બે હાઇકોર્ટે આદેશ કર્યો છે કે કોર્ટ રૂમમાં માત્ર સિમીત લોકોને જ રહેવાની અનુમતિ છે, પોલીસકર્મીએ એવુ કરવાનુ કહેવામાં આવ્યુ છે કે કોર્ટ રૂમમાં વધુ ભીડભાડ ના થાય, અને સિમીત લોકોને જ એન્ટ્રી મળે
કોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ પ્રભાકર સેલે એફિડેવિટથી ખુદને અલગ કરી દીધા છે. આર્યન ખાનની તરફથી કહેવામાં આવ્યુ છે કે, તેનુ પ્રભાકર સેલની એફિડેવિટ સાથે કોઇ લેવાદેવા નથી. એનસીબીએ હાઇકોર્ટમાં પ્રભાકર સેલના આરોપોને લઇને કહ્યું કે જ્યારે મામલો કોર્ટમાં છે તો આવામાં બીજી જગ્યાએ આરોપ લગાવવો મામલાને ડિલેર કરવો કે ભટકાવવા જેવુ છે. સાથે જ એનસીબીએ એ પણ કહ્યું કે એફિડેવિટમાં જે પૂજા ડડલાનીનુ નામ છે તે પ્રભાવશાળી મહિલા છે, આવામાં તપાસ પ્રભાવિત થવાની પુરેપુરી સંભાવના છે.
એનસીબીએ કેસની તપાસમાં અડચણ આવવાની વાત કહેતા વિરોધ કર્યો છે. એનસીબીએ 38 પાનાની એફિડેવિટ દાખલ કરી છે. આ મામલામાં પેરવી પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગી કરી રહ્યાંછે. બૉમ્બે હાઇકોર્ટમાં જસ્ટિસ સાંબરેની બેન્ચ કેસની સુનાવણી કરી રહી છે.
એનસીબીએ કર્યો વિરોધ
મુંબઇ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.આર્યનની જામીનનો વિરોધ કરતા નોરકોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ કહ્યું - આનાથી કેસની તપાસ પ્રભાવિત થઇ શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
Aryan Khan Drugs Case: આર્યન ખાન 7 ઓક્ટોબરથી જેલમાં બંધ છે. એનસીબી ટીમ દ્વારા ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યા બાદ આર્યન ખાન સહિત કમ સે કમ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -