Cruise Drugs Party: નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (NCB)એ તાજેતરમાં જ મુંબઇથી ગોવા જઇ રહેલી એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી કરવાના મામલામાં કેટલાક લોકોની ધરપકડ કરી છે. આમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) દીકરો આર્યન ખાન (Aryan Khan) પણ સામેલ છે. હવે મુંબઇ પોલીસના સુત્રોએ કહ્યું કે આ ક્રૂઝની ઇવેન્ટ વિશે કોઇ જાણકારી ન હતી આપવામાં આવી. પોલીસનુ એ પણ કહેવુ છે કે આ પાર્ટી સાથે જોડાયેલી કોઇપણ મંજૂરી મુંબઇ પોલીસ પાસેથી ન હતી લેવામાં આવી.  


મુંબઇ પોલીસે શરૂ કરી તપાસ- 
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીનો મામલો હવે વધવા લાગ્યો છે. મુંબઇ પોલીસે પમ મામલાની તપાસ શરૂ કરી દીધી છે, વળી, મુંબઇ NCBની સાથે હવે દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાતની NCB ટીમો પણ આ ઇન્વેસ્ટીગેશનમાં જોડાઇ ગઇ છે. આ ટીમો 4 લોકોને લઇને મુંબઇ NCBની ઓફિસ પહોંચી છે. તેમની હિરાસતમાં લઇ લેવામાં આવ્યા છે. જોકે, હજુ આ લોકોની ધરપકડની પુષ્ટી નથી કરાઇ. અત્યાર સુધી ફક્ત 11 લોકોની ધરપકડની પુષ્ટી થઇ છે. આમાં આર્યન ખાન સહિત 8 લોકો ક્રૂઝમાંથી, અરબાઝ મર્ચન્ટનો દોસ્ત શ્રેયસ, 1 શખ્સ જોગેશ્વરીમાંથી અને 1ની ઓડિશામાંથી ધરપકડ કરાઇ છે. 


પોલીસનુ કહેવુ છે કે કોરોના સંક્રમણને લઇને મહારાષ્ટ્રમાં એપિડેમિક એક્ટ અંતર્ગત કેટલીય પાબંદીઓ લાગુ છે. આ અનુસાર 5થી વધુ લોકોને એકઠા થવા પર પણ રોક છે. સુત્રોનુ કહેવુ છે કે મુંબઇ પોલીસ આ વાતની પણ તપાસ કરી રહી છે કે શું એપિડેમિક એક્ટનુ ઉલ્લંઘન થયુ, અને જો થયુ છે તો શું તેમાં મુંબઇ પોલીસ તપાસ કરી શકે છે. 


આ મામલામાં જો નિયમો તુટવાની વાત સામે આવે છે તો મુંબઇ પોલીસ આમાં કલમ 188 અંતર્ગત મામલો નોધી શકે છે. મુંબઇ પોલીસ આ ઇવેન્ટ સાથે જોડાયેલી જાણકારી એકઠી કરવા માટે ક્રૂઝ ટર્મિનલના સીસીટીવી ફૂટેજની તપાસ કરશે. પોલીસ સુત્રોનુ કહેવુ છે કે તે ઇવેન્ટ સાથે જોડાયેલી જાણકારી જે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આવી હતી (Instagram) તેની તપાસ કરવામા આવશે. 


ઉલ્લેખનીય છે કે, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીની કસ્ટડીમાં છે, હવે તેની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. આ હાઇપ્રૉફાઇલ કેસથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખલબલી મચી ગઇ છે. ફેન્સથી લઇને તમામ સેલેબ્સ આ ખરાબ સમયમાં શાહરૂખ ખાનના પરિવારને સપોર્ટ કરતો દેખાઇ રહ્યો છે. ખાસ વાત છે કે, આર્યન ખાન અને તમામ 8 આરોપીઓને આજે કોર્ટમાં હાજર થવાના છે.