‘મ્હારી છોરીયા છોરો છે કમ હૈ કે !!’ ગોલ્ડ મેડાલિસ્ટ વિનેશ ફોગાટને કોણે આપ્યા આ રીતે અભિનંદન? જાણો વિગત
નવી દિલ્હી: ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટે એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની ગઈ છે. 18મી એશિયન ગેમ્સના બીજા દિવસે 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ સ્પર્ધાની ફાઈનલમાં જાપાની યૂકી ઈરીને 6-2થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ત્યારે અભિનેતા આમિર ખાને દંગલ ફિલ્મનો જાણિતો ડાયલોગ ટ્વિટ કરીને વિનેશને શુભકામના પાઠવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિનેશ સ્ટાર રેસલર ગીતા ફોગાટ અને બબીતાકુમારીની પિતરાઈ બહેન છે.
વિનેશે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે મહાવીરસિંહે વધુ એક ટ્વિટ કરતાં લખ્યું કે, વિનેશે ગોલ્ડ અને દિલ બંને જીતી લીધાં.
આ સિવાય અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઓ અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, અજય દેવગન, રવિના ટંડન વરુણ ધવન અને પ્રિટી ઝિન્ટાએ વિનેશ ફોગાટને શુભેચ્છા પાઠવી હતી.
આમિર ખાને ટ્વિટ કરતા લખ્યું કે, એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે ખૂબ ખૂબ અભિનંદન, અમને તારા પર ગર્વ છે. આમિર ખાન અને દંગલ ટીમ તરફથી તને પ્રેમ અને શુભેચ્છા, સાથે આમિર દંગલ ફિલ્મનો ફેમસ ડાયલોગ પણ લખ્યો હતો, તેમણે લખ્યું કે ‘મ્હારી છોરીયા છોરો છે કમ હે કે!!’
- - - - - - - - - Advertisement - - - - - - - - -