ગુસ્સે ભરાયેલા ટોળાએ બિહારમા એક મહિલાને માર માર્યા બાદ નગ્ન કરી રસ્તાં પર ફેરવી, જાણો શું હતો આરોપ
ઉલ્લેખનીય છે કે, ગુસ્સે ભરાયેલા ટોળાએ સ્થાનિક બજારમાં અને દુકાનોમાં આગ લગાવી દીધી અને અનેક લોકો સાથે મારપીટ પણ કરી હતી. જોકે પોલીસને મામલે થાળે પાડવા માટે ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી. પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાદમાં ગુસ્સે ભરાયેલા ટોળાને આ એરિયની એક મહિલા પર શક થયો અને મહિલાને ટોળાએ પહેલા માર માર્યા બાદ કપડાં ફાડીને નગ્ન હાલતમાં જાહેરમાં ફરાવી હતી. આ ઘટનામાં બેદરકારી દર્શાવવા બદલ પોલીસની નિંદા થતા 8 જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
માહિતી પ્રમાણે બિહારના દામોદરપુરમાં એક 19 વર્ષીય વિમલેશ શાહ નામના છોકરાનો મૃતદેહ નજીકના રેલવે ટ્રેક પર મળી આવ્યા, આ વાતથી ગુસ્સે ભરાયેલા ગામલોકોએ મૃતદેહ મળ્યા બાદ શક નજીકમાં ચાલતા રેડલાઇટ એરિયા પર થયો, લોકોને લાગ્યું કે વિમલેશ શાહની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી છે અને તેમાં રેડલાઇટ એરિયાનો હાથ છે.
આ ઘટનાને લઇને રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ નીતિશ સરકાર પર મૉબ લિંચિંગનો આરોપ લગાવ્યો હતો. આરજેડી નેતા અને વિધાનસભાને વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, બિહારમાં નીતિશજીના કુશાસનમાં બિહારમાં મૉબ લિંચિંગ થઇ રહ્યું છે. એક મહિલાને ટોળાએ દોડાવી દોડાવીને ઢોર માર માર્યો બાદમા નગ્ન હાલતમાં ફેરવી, જો થોડીક પણ નૈતિકતા હોય તો આ બધુ બંધ કરાવો.
પટનાઃ બિહારમાં એક ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. અહીં ગુસ્સે ભરાયેલા ટોળાએ એક મહિલાને હત્યાના શકના કારણે માર માર્યા બાદ નગ્ન કરીને જાહેરમાં ફરાવી હતી. આ ઘટનાની નિંદા થતા 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -