મુંબઈઃ ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં કુશલે લખ્યું હતું કે, તેના મોત માટે કોઈને પણ જવાબદાર માનવામાં ના આવે. કુશલના ખાસ ફ્રેન્ડ ચેતન હંસરાજે સ્વીકાર્યું હતું કે, કુશલ ડિપ્રેશનમાં હતો. ચેતને એમ પણ કહ્યું હતું કે, લગ્નજીવનમાં મુશ્કેલી હોવાથી કુશલ છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. હવે કુશલની પત્ની ઓડ્રે ડોલેએ એક અંગ્રેજી વેબસાઈટ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, તેનું નામ કારણ વગરનું લાવવામાં આવે છે.


ઓડ્રેએ કહ્યું હતું, મને ખબર નથી પડતી કે શા માટે મારી પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. કુશલ આ સંબંધોને નિભાવી શક્યો નહીં. કુશલ પરિવારને લઈને ક્યારેય ગંભીર નહોતો. આટલું જ નહીં તે એક બેદરકાર પિતા હતો. મેં ક્યારેય કુશલને પુત્ર કિઆન સાથે વાત કરતાં રોક્યો નથી.

મેં તો કુશલને શાંઘાઈમાં રહેવાનું કહ્યું હતું પરંતુ તેણે ક્યારેય રસ બતાવ્યો નહીં. ખરી રીતે તો હું કુશલના ખર્ચાઓ ઉપાડતી હતી. કિઆને પણ પિતામાં રસ લેવાનું બંધ કરી દીધું હતું. મેં કુશલ સાથેના સંબંધો ટકાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો.

મેં તો કુશલને શાંઘાઈમાં રહેવાનું કહ્યું હતું પરંતુ તેણે ક્યારેય રસ બતાવ્યો નહીં. ખરી રીતે તો હું કુશલના ખર્ચાઓ ઉપાડતી હતી. કિઆને પણ પિતામાં રસ લેવાનું બંધ કરી દીધું હતું. મેં કુશલ સાથેના સંબંધો ટકાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો.

કુશલ ક્યારેય લગ્નજીવનને ગંભીર લેતો નહતો. હું દીકરા કિઆન સાથે ફ્રાંસમાં ક્રિસમસ વેકેશન પર ગઈ હતી. મને ખબર નથી કે કુશલની આત્મહત્યા પાછળ મને કેમ જવાબદાર ઠેરવવામાં આવે છે? કુશલને કારણે અમારા સંબંધો નિષ્ફળ રહ્યાં હતા.

કુશલ પંજાબીએ યુરોપિયન ગર્લફ્રેન્ડ ઓડ્રે ડોલે સાથે ગોવામાં વર્ષ 2015માં લગ્નગ્રંથીથી જોડાયો હતો. કુશલના અંતિમ સંસ્કાર તથા પ્રાર્થના સભામાં ઓડ્રે હાજર રહી હતી.