સાઉથના સુપરસ્ટાર અને મુખ્યમંત્રીની બાયોપિકમાં શ્રીદેવીનો રોલ કરશે સાઉથની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત
નંદમૂરિ તારક રામારાવ દક્ષિણ ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા તેમ જ નેતા હતા. એનટીઆરની પત્ની બાસવ તારકમ તરીકે અભિનેત્રી વિદ્યા બાલન કપૂર જોવા મળવાની છે તો તેના મિત્ર અને ફિલ્મમેકર તરીકે ભોજપુરી સ્ટાર રવિ કિશન હશે. આંધ્ર પ્રદેશના સીએમ એવા એન.ટી.આરની બાયોપિક ફિલ્મ તેલુગુ બાદ તામિલ અને હિન્દીમાં ડબ થશે.
સાઉથની મશહૂર એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ શ્રીદેવીની ભૂમિકામાં જોવા મળશે. શ્રીદેવી અને એનટીઆરે 14 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. મોટા પડદે આ બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવતી હતી.
નંદમૂરિ તારક રામારાવ સાઉથની ફિલ્મોના મશહૂર એક્ટર હતા, બાદમાં તેઓ રાજકારણમાં આવ્યા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. હવે તેમના જીવન પર ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં શ્રીદેવીનું કેરેક્ટર પણ પ્લે કરવામાં આવશે.
મુંબઈ: હાલ બોલિવુડમાં બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક પછી એક બાયોપિક ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ રહી છે. આંધ્ર પ્રદેશના ભગવાન ગણાતા અને અભિનેતા તથા નેતા એન. ટી. રામારાવના જીવન પર બોયોપિક બની રહી છે. ફિલ્મમાં વિદ્યા બાલન એનટીઆરની પત્ની બાસવ તારકમની ભૂમિકામાં જોવા મળશે. છેલ્લે ફિલ્મ અય્યારીમાં જોવા મળેલી તેલુગુ અભિનેત્રી રકુલ પ્રીતસિંહ ફિલ્મમાં દિવંગત અભિનેત્રી શ્રીદેવીની ભૂમિકામાં જોવા મળશે.