મુંબઈ: ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘બાગી 3 ’ને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મળી હતી. બાગી 3એ પ્રથમ દિવસે 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કલેક્શનને આ વર્ષની સૌથી મોટી અપનિંગ માનવામાં આવી રહ્યું છે. અહમદ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 6 માર્ચે રિલીઝ થઈ હતી.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ બાગી 3 શનિવારે બીજા દિવસે 16.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પહેલા ફિલ્મે શુક્રવારે પ્રથમ દિવસે 17.50 કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે બે દિવસમાં 33.53 કરોડની કમાણી કરી લીધી છે. બાગી 3એ પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ મળી હતી, પરંતુ બીજા દિવસે કમાણી પર થોડી અસર જોવા મળી છે.


‘બાગી 3 ’દુનિયાભરમાં 5,500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ. આ ફિલ્મ ટાઈગર શ્રોફના કેરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. જો કે બિઝનેસ એનાલિસ્ટ્સનું માનવું છે કે, કોરોના વાયરસના ડરના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ શાનદાર કલેક્શન કરવામાં સફળ થઈ શકી નથી.