નવી દિલ્હી: અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ આજે સાત મહિલાઓ ચલાવી રહી છે. આ દરમિયાન પીએમ મોદીએ ઘણા લોકોના રોચક સવાલોના જવાબ પણ આપ્યા હતા.

જ્યારે પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ સ્નેહા મોહનદાસ ચલાવી રહી હતી ત્યારે એક યૂઝર્સે તેમને ટ્વિટરનો પાસવર્ડ પુછ્યો હતો. તેના પર પીએમ મોદીએ મજાકના અંદાજમાં જવાબ આપતા લખ્યું કે, 'ન્યૂ ઈન્ડિયા.'


ઘ્રુવ સિંહ નામના એક યુઝર્સે ટ્વિટર પર પીએમ મોદીને પુછ્યું કે, પ્લીઝ પાસવર્ડ બતાવો. તેના પર જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું કે, ન્યૂ ઈન્ડિયા...લોગ ઈન કરવાનો પ્રયાસ કરો.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 8 માર્ચ એટલે કે મહિલા દિવસના દિવસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મહિલઓને સોંપવાનો નિર્ણય કર્યો હતો.